Logo

  •  support@imusti.com

Mahotu (મહોતું)

Price: ₹ 140.00

Condition: New

Isbn: 9789351228318

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2018

No of Pages: 144

Weight: 244 Gram

Total Price: 140.00

    0       VIEW CART

સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધું છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ "મહોતું' વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. "મહોતું' સંગ્રહની વાર્તાઓ તો તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલાં ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. ૨૧મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ. બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી !