₹110.00
MRPGenre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2017
ISBN
9789385069215
Weight
100 Gram
અશોકના સંપૂર્ણ ચરિત્રની વિશેષતા એ જ તેમના પોતના તાત્કાલિન રાજાઓ અને સમ્રાટોમાં અદભુત અને અતુલનીય બનાવી દે છે. વિશ્વઈતિહાસમાં અશોકનું નામ અપ્રતિમ છે. કારણ કે તેમણે ‘ભેરી ઘોષ’ને ‘ધર્મ ઘોષ’માં બદલ્યું અને સર્વ કલ્યાણની ભાવનાથી સ્વઃ પ્રેરિત થયા. સમ્રાટ અશોકે એક પિતાની જેમ પ્રજાનું પાલન કર્યુ હતું. તેઓ પ્રજાને પોતાના સંતાન માનીને તેમના આલોક એવમ્ પરલોક બંનેના હિત સાધવામાં વ્યસ્ત રહેતા હતા. ભારતનાં અનેક પુરાણા ઈતિહાસજ્ઞો છે જે અશોકને નરાધિપાત ‘શ્રી ધમ્માશોક’ વગેરે સંબંધોન આપતા રહેતા ધર્મરાજના રૂપમાં આદર-માન કરેલ સમ્રાટ અશોકને ન ફક્ત બારત પરંતુ વિદેશોમાં પણ પ્રેમ, એકતા, વિશ્વ બંધુત્વ, સ્નેહ, શાંતિ અને અહિંસાનું જે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કરેલ, તે બીજે ક્યાંય જોવા મળતું નથી. તેમણે અનેક સ્થળો પર શિલાલેખ કોતરાયા, સ્તંભો અને સ્તૂપોનું નિર્માણ કરાવ્યું એમના શાસનકાળમાં પ્રજાએ ધાર્મિક સહિષ્ણુતાનો પાઠ ભણ્યો કારણ કે અશોકે ક્યારેય બીજા ધર્મનું અપમાન કરેલું નહોતું. તે હંમેશા બીજા ધર્મોને પણ એટલો જ આદર આપતા હતાં જેટલો કે પોતાના ધર્મને આપે. પ્રજાવત્સલ, અહિંસા-પ્રેમી અને જન-કલ્યાણને જ પોતાનું જીવનકાર્ય માનવાળાં મહાન સમ્રાટ અશોકનું પ્રમાણિક જીવનચરિત્ર પ્રસ્તુત છે.
0
out of 5