₹80.00
MRPGenre
Language
Gujarati
Publisher
Navajivan Trust
ISBN
9788172292157
મધુપ્રમેહ ભારતમાં વ્યાપકપણે પ્રચલિત થયો છે. વ્યાધિની વ્યાપકતા, તેનાં મૂળભૂત કારણો અને વિશિષ્ટ લક્ષણો અને પ્રકારો, વિશેષે તેની ઉપચારપદ્ધતિ વિશેના જ્ઞાનમાં ઘણી પ્રગતિ થઈ છે. આજે તો હવે મધુપ્રમેહને વેળાસર ઓળખી લઈ તેના ઉપચારમાં આહાર અને કસરતની અગત્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
શ્રી ચંદુભાઈ દવે જેઓ અનુભવી આહારશાસ્ત્રજ્ઞ અને યોગના નિષ્ણાત છે તેમણે આ પુસ્તક લખીને ઉત્તમ કાર્ય કર્યું છે. આ પુસ્તક સામાન્ય માણસોને મદદરૂપ થશે અને મધુપ્રમેહના દર્દીને તેમના દર્દ સાથે કેમ જીવવું એ શીખવશે. મધુપ્રમેહમાં લેવાના આહાર અને કરવાના યૌગિક વ્યાયામ વિશે તેમની સલાહ આધુનિક દાક્તરી વિજ્ઞાનમાં ગ્રહણ કરવી જોઈએ.
મને વિશ્વાસ છે કે આ પુસ્તક સૌ કોઈને—સમગ્ર જનસમાજને અને દાક્તરી વ્યવસાયને પણ આવકારપાત્ર થશે. મધુપ્રમેહના શિક્ષણમાં તે મોટી ખોટ પૂરી પાડશે.
—ડો. સુમંત એમ. શાહ
0
out of 5