By Shree Kedarnath Janmashatabdi Granthmala (શ્રી કેદારનાથ જન્મશતાબ્દી ગ્રંથમાળા)
By Shree Kedarnath Janmashatabdi Granthmala (શ્રી કેદારનાથ જન્મશતાબ્દી ગ્રંથમાળા)
₹150.00
MRPGenre
Language
Gujarati
Publisher
Navajivan Trust
ISBN
9788172295080
મૂંઝવણોનો ઉકેલ શોધનારને આ પુસ્તક અતિશય મદદગાર થશે. તેની વિચારશક્તિને નવીન પ્રેરણા આપશે, તેની બુદ્ધિને સ્વતંત્ર બનાવશે, અને તેના મંતવ્યોનું શોધન કરાવશે. એ વ્યક્તિ અને સમાજનો અન્યોન્યાશ્રય બતાવે છે, વ્યક્તિનો સમાજનો સેવક બનવાનો અને તે પ્રત્યેનાં કર્તવ્યો બજાવવાનો જ ધર્મ ભુલાઈ ગયો છે એને ખીલતો અટકી ગયો છે તે તરફ ધ્યાન ખેંચે છે. પશુના જેવો જ છૈયાંછોકરાં ઉછેરવાવાળો, કામાદિ વાસનાઓથી પ્રેરાનારો, અને તે માટે ધન રળનારો રહેતાં છતાં ગૃહસ્થાશ્રમના ધર્મો પ્રત્યે વિમુખ થયેલા ભોગપરાયણ તેમજ પરંપરાગત ધર્મભક્તિપરાયણ સંસારીને ઢંઢોળીને જાગ્રત કરે છે. જેટલું ઓછું સમજાય તેટલું જ વધારે જોરથી પકડી રાખનારી શ્રદ્ધાને આ પુસ્તક વિવેકની દૃષ્ટિ આપવા પ્રયત્ન કરે છે. સાથે જ જેને યોગ, ભક્તિ કર્મ કે જ્ઞાનના માર્ગોમાં અભ્યાસ અને સાધના કરવાની હોંશ છે, તેને એની વિવેકયુક્ત રીતો બતાવે છે, તેમાં પ્રેરણા પણ આપે છે અને સાથે સાથે તે બધી સાધનાઓનો હેતુ અને સાધ્ય પણ સ્પષ્ટ કરી આપે છે.
0
out of 5