By Kamlesh D. Patel, Joshua Pollock (કમલેશ ડી. પટેલ, જોશુઆ પોલક)
By Kamlesh D. Patel, Joshua Pollock (કમલેશ ડી. પટેલ, જોશુઆ પોલક)
₹350.00
MRPPrint Length
188 pages
Language
Gujarati
Publisher
Manjul Publication
Publication date
1 January 2024
ISBN
9789355432629
Weight
268.00 Gram
ધ હાર્ટફુલનેસ વે : આધ્યાત્મિક પરિવર્તન માટે હૃદય-આધારિત ધ્યાન પેપરબેક – ઈમ્પોર્ટ, ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ જોશુઆ પોલક (લેખક) અને કમલેશ ડી. પટેલ (લેખક) સરળ અને સુંદર રજૂઆત વાળું, અધ્યાત્મને લગતું એક પ્રમાણભૂત પુસ્તક આપણે આપણાં સંબંધો, કારકિર્દી, મિલ્કત અને આરોગ્યને લગતી આપણી ઈચ્છાઓ પૂરી કરવાનાં આપણાં પ્રયત્નો દ્વારા, તે ઈચ્છાઓ પૂરી પણ કરી લઈએ છીએ, છતાં પણ આપણે ઘણી વાર ખાલીપો અનુભવીએ છીએ. આપણા જીવનમાં ઘણા કેન્દ્રો હોય છે, પરંતુ એ સાચું કેન્દ્ર ક્યાં છે, જે દરેક હૃદયના મૂળમાં રહેલું સૌથી ગહન કેન્દ્ર છે? હાર્ટફુલનેસ ગુરુ-પરંપરાનાં ચોથા ગુરુ, કમલેશ ડી. પટેલ, જેઓ વ્યાપકપણે દાજી તરીકે ઓળખાય છે; તેઓ આધ્યાત્મિક શોધની પ્રકૃતિ અંગે જણાવવાની સાથે, એક સાધકની યાત્રાની માહિતી પણ વણી લે છે. આ પુસ્તકમાં, જ્ઞાનસભર શ્રેણીબદ્ધ વાર્તાલાપો મારફતે, દાજી હાર્ટફુલનેસ અભ્યાસ અને ફિલસૂફીના પાયાનાં સિદ્ધાંતો દર્શાવે છે. પ્રાર્થના અને યોગિક પ્રાણાહુતિના મૂળ સુધી છણાવટ કરવાથી લઈને વ્યાવહારિક સમજુતીઓ દ્વારા ધ્યાનની પ્રક્રિયાનાં રહસ્યનું અનાવરણ કરીને, આ ‘ધ હાર્ટફુલનેસ વે’ પુસ્તક, તમારી જાતને સ્થિર-શાંત રાખવાની સાથે સાથે જીવનનો સાચો અર્થ અને સંતોષ શોધવામાં તમને મદદરૂપ થઇ રહેશે.
0
out of 5