₹449.00
MRPPrint Length
360 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2023
ISBN
9789395339964
Weight
440 gram
યુનાઇટેડ સ્ટેટ્સના વડાઓ પર એક અનામી હત્યારો કાળ બનીને ત્રાટકે છે. તબીબી કુશળતા ધરાવનારો આ ઘાતકી ખૂની પોતાની પાછળ કોઈ પગેરું છોડતો નથી. અશ્વિન સાંઘીની મંત્રમુગ્ધ કરી દેતી અંધકારમય દુનિયામાં આપનું સ્વાગત છે. આ રહસ્યકથામાં, અશ્વિન સાંઘી આસ્થાના સંઘર્ષમાં એકબીજા સામે જંગે ચડેલા લોકોની હિંસક દુનિયાનું ચિત્રણ કરે છે, જેમાં વિજય સુંદરમ નામનો એક વૈજ્ઞાનિક સંડોવાય છે, જેને એની પ્રયોગશાળાની બહારની દુનિયા કેટલી ક્રૂર છે એનો બિલકુલ અંદાજ નથી. કેટલીક ભેદી ઘટનાઓ વિજયને ઉત્તરાખંડના જંગલોમાં ઊંડે આવેલી એક સંશોધન સંસ્થા – મિલેસિયન લેબ્સ – ની ભૂલભુલામણી સુધી ઘસડી જાય છે. એ આદિકાળના એક એવા રહસ્યની ચાવી સુધી પહોંચે છે, જે માનવજાતના પતનનું કારણ બની શકે એમ છે. પોતાના વાસ્તવિક દુશ્મનોથી સંપૂર્ણપણે અજાણ વિજય માનવતાને અને પોતાને બચાવવા માટે સમય સામે દોટ લગાવે છે. રામના લંકાગમનથી બૌદ્ધ ધર્મના ઉદય સુધી, વહાબિઝમની ઉત્પત્તિથી LIGOના ગુરુત્વાકર્ષણ તરંગ-ડિટેક્ટર સુધી, તંત્રસાધકોના સ્મશાનથી લઈને ઑવલ ઑફિસના અધિકારીઓ સુધી અને મિનર્વાની અજ્ઞાત વિધિથી લઈને નાલંદાના અંધારિયા ખંડેર સુધી... કાલચક્રના રક્ષકો એ એક એવી સફર છે, જે તમે અધ્ધર શ્વાસે પૂરી કરશો. જ્યાં સુધી તમામ કડીઓ અને રહસ્યનો તાગ ન મળે, ત્યાં સુધી વાચક આ નવલકથાને પોતાના હાથમાંથી નીચે નહીં મૂકી શકે. વાર્તાના અંતે એક એવો વળાંક આવે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય!
0
out of 5