₹645.00
MRPGenre
Print Length
240 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
Publication date
1 January 2024
ISBN
9789390572991
Investment કેવી રીતે કરાય? તે શીખવું હોય તો માત્ર આ જ પુસ્તક વાંચો.
-વૉરેન બફેટ
જે રીતે મહાન વિજ્ઞાની સર આઈઝૅક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના અસ્તિત્વની સમજણ આપી તેવી જ રીતે આ પુસ્તકના લેખક બેન્જામિન ગ્રેહામે દુનિયાને ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના મહાન વિચાર દ્વારા સંપત્તિનું સર્જન કેવી રીતે થઈ શકે તેનું મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. વૅલ્યૂ ઇન્વેસ્ટિંગની જાદુઈ કળા શીખવતા આ Timeless Classic પુસ્તકની Latest અને Updated આવૃત્તિ તમારા હાથમાં છે.
Investment કરતી વખતે શું તમે કદી વિચાર્યું છે કે…
બજારના Sentimentને બદલે જે-તે કંપની વિશે શા માટે વિચારવું જોઈએ?
કંપનીનાં Ethics કેવાં છે?
કંપની જે ધંધો કરી રહી છે એ ધંધામાં તમને પોતાને વિશ્વાસ છે?
કંપની જે Industryમાં કામ કરી રહી છે એનું ભવિષ્ય તમે કેવું જુઓ છો?
શું તમે એવી કંપની શોધી શકો, જેનાં શૅરની કિંમત અત્યારે ઓછી હોય પણ ભવિષ્યમાં એ શૅરનો ભાવ ખૂબ વધવાનો હોય?
સારું અને સાચું Investment કોને કહેવાય અને તે કેવી રીતે કરવું જોઈએ?
આ અને આવી અનેક બાબતોનો ઉકેલ લઈને આવે છે સોનાની ખાણ જેવું આ પુસ્તક.
‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના Groundbreaking Ideaથી અસંખ્ય લોકોએ આ પુસ્તક વાંચીને શૅરબજારમાં કરોડોની કમાણી કરી છે. દુનિયાના દરેક Investor અને Advisor આ પુસ્તકમાંથી જ શીખ્યા છે.
તો તમે પણ તમારી સાતેય પેઢીઓને તારી દેવા વાંચો
-THE INTELLIGENT INVESTOR
વેલ્યૂ ઇન્વેસ્ટિંગના જનક બેન્જામીન ગ્રેહામ આજના સમયના સૌથી સફળ અનેક બિઝનેસપીપલ માટે પ્રેરણારૂપ રહ્યા છે. તેઓ ‘સિક્યુરિટી ઍનાલિસીસ’ અને ધ ‘ઇન્ટરપ્રિટેશન ઑફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ’ નામના પુસ્તકના પણ લેખક છે. જેસન ઝ્વીગ ધ વોલ સ્ટ્રીટ જર્નલ માટે ‘ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર’ નામની કૉલમ દર સપ્તાહે લખે છે. અગાઉ તેઓ ‘મની મૅગેઝિન’માં સિનિયર રાઇટર હતા, ટાઇમ મેગેઝિનમાં ગૅસ્ટ કૉલમિસ્ટ રહી ચૂક્યા છે અને ફોર્બ્સ મૅગેઝિનના સિનિયર એડિટર પણ રહી ચૂક્યા છે. તેઓ 1987થી ઇન્વેસ્ટિંગ વિશે લેખનકાર્ય કરી રહ્યા છે.
0
out of 5