ડાયમન્ડસ આર ફોર એવર, સો આર મૉરલ્સ (Diamonds Are Forever, So Are Morals)

By ગોવિંદ ધોળકિયા (Govind Dholakia)

ડાયમન્ડસ આર ફોર એવર, સો આર મૉરલ્સ (Diamonds Are Forever, So Are Morals)

By ગોવિંદ ધોળકિયા (Govind Dholakia)

425.00

MRP ₹446.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Biography

Print Length

416 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2023

ISBN

9788119132829

Description

પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છેમને સુખી પરિવારબહોળું મિત્રમંડળસુખ-સમૃદ્ધિસન્માન અને પ્રેમ મળ્યાં છે બધાના મૂળકારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છેપણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથીકારણ કે પ્રકૃતિગત સ્વભાવ મેં નહીંપણ ભગવાને  ઘડ્યો છેપરમાત્માએ મારા સ્વભાવમાંસર્વ-સ્વીકારની ભાવના મૂકેલી છે. ‘ચાલશેફાવશેભાવશેગમશેવાળી સ્વીકારવૃત્તિ ઉપર જીવન મંડાયું છેમને જે જ્યારે જ્યાં મળ્યું તેનો સંતોષ માન્યો છેજે પરિસ્થિતિ નિર્માણ પામી તેનીસાથે હું અનુકૂળ થયો છું અને તેથી  તો મારી જીવનયાત્રામાં સુખી રહી શક્યો છું.
* * *
સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છેમેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યાસારી વસ્તુઓઘટનાઓ બનતી ગઈઘણી બાબતોમારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશહું જો જુદો હોતતો મારું ભાગ્ય પણ જુદું હોતપણ જાણે કે  મારે માટે  નિર્માયેલુંહતુંમારા વિશેમારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથીપણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતો હતો એમ નહીંપણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું…’જગતનિયંતા તો સ્પષ્ટ  છેતેની યોજનાઓ સુરેખ  છેઆપણાં  મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છેજે કંઈ થોડી-ઘણીનાની-મોટી જવાબદારીઓકર્તવ્યો મારે ભાગે આવ્યાતેને હું નિભાવતો ગયોપ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી… આમ જુઓ તો આપણે કંઈ  નથીપરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએમેં તો SRKનીદીવાલ ઉપર  મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ  નથીતેમ છતાં કંઈપણ કરી શકું છુંઅહંકારરહિત જીવન જીવવું અને ભરપૂરઆત્મવિશ્વાસથી કાર્ય કરવું –  મારો જીવનમંત્ર છે.

ગોવિંદ લાલજીભાઈ ધોળકિયા. મૂળ સૌરાષ્ટ્રના દુધાળા ગામના. નસીબ અજમાવવા તેમણે સુરત આવેલા અને અહીં વસી ગયા. સુરતે તેમને ખોબલે ખોબલે પ્રતિષ્ઠા આપી. સત્સંગ અને સંતપ્રેમી ‘રાજર્ષિ’ ગોવિંદભાઈ ધોળકિયા એવા વ્યક્તિ છે કે જેમણે અનેક લોકોની સુખાકારી માટે કાર્ય કરીને વિકાસ કર્યો છે. તેમણે ડાયમંડને ભગવાન માન્યા છે અને અવિરત તેની સાધના કરી છે. આત્મકથાના માધ્યમ દ્વારા, વૈશ્વિક હીરાઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગપતિ, ગોવિંદભાઈ પોતાની નમ્રતા અને મૂલ્યોની માવજત થકી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે ઊભા થયા છે. સખત મહેનત, પરિશ્રમ અને ખંત સાથે તેમણે તેમનો વ્યવસાય ઉચ્ચ શિખર પર પહોંચાડ્યો છે. ગોવિંદભાઈ એ ગુજરાતનું બહુ મોટું ઘરેણું કહેવાય છે, તેમ છતાં મોટાઈનો ભાર ઉપાડયા વિના હળવાફૂલ થઈને સામાન્ય સાથીદારો સાથે રમે-જમે, આનંદ કરે અને કરાવે છે. જિદંગીના પડકારોને તેમણે હંમેશાં પૉઝિટિવ લીધા છે. ‘પ્રૉબ્લેમ ઇઝ પ્રોગ્રેસ’ એ તો તેમનો જીવનમંત્ર છે. ‘શ્રી રામકૃષ્ણ એક્ષ્પૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની’ના પ્રવેશદ્વાર ઉપર જ તેમણે આ શબ્દો કોતરાવ્યા છે, જેના પાયામાં ભગવાનની અપાર કૃપા છે.

આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતાં કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો વિચાર આવ્યો છે કે આવું શા માટે થતું હશે?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%