₹315.00
MRPGenre
Essays
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788196996628
ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક ‘માદા અને નારી’ એ સ્ત્રીની આંતરિક ઊર્જા, દેહની ભાષા અને માનસિક વિશ્વને સ્પર્શતું તીવ્ર અને વિશ્લેષણાત્મકસાહિત્ય છે. તેમણે સ્ત્રીને માત્ર શારીરિક અવયવરૂપે નહીં, પણ આત્માસ્થ સ્તિત્વ, સંવેદનશીલતા અને વિચારોથી ભરેલી સજાગ સત્તા તરીકેરજૂ કરી છે. બક્ષી સ્ત્રીના દેહને સમાજે ઘડેલા નૈતિક માપદંડોથી મુક્ત કરે છે. અને તેને પોતાને શોધવાની છૂટ આપે છે. તેઓ જણાવે છે. કે સ્ત્રીમાટે પ્રેમ માત્ર સંબંધ નથી, એ તો સંપૂર્ણ અસ્તિત્વનો અભ્યાસ છે. ‘માદા’ શબ્દ દ્વારા તેઓ દૈહિક તીવ્રતાને સ્પર્શે છે., જ્યારે ‘નારી’ તરીકેભાવનાત્મક અને આધ્યાત્મિક વ્યક્તિત્વને ઉજાગર કરે છે. બક્ષીનો દૃષ્ટિકોણ ન તો પુરાતનવાદી છે., ન તો તીવ્ર વિદ્રોહી પણ એક નિષ્પક્ષદર્શકની જેમ તટસ્થ છે. તેઓ સ્ત્રીના અજાણ પડછાયાં, દબાઈ ગયેલી ઇચ્છાઓ અને આત્મવિચારના તાણાવાણાંને ઊંડાણથી રજૂ કરે છે. આપુસ્તક વાચકને એવી દૃષ્ટિ આપે છે. કે જે સ્ત્રીને માત્ર જોઈ નહીં, પણ સમજવી પણ સકે છે. ‘માદા અને નારી’ ચંદ્રકાંત બક્ષીની ભાષાની તીવ્રતાઅને સ્ત્રી વિષયક સમજનું સાહિત્યિક દસ્તાવેજ છે.
0
out of 5