₹205.00
MRPGenre
Essays
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Pravin Prakashan
ISBN
9788196996666
ચંદ્રકાંત બક્ષીનું પુસ્તક સત્ય : એકવચન, દ્વિવચન કે બહુવચન? એ સત્ય વિશેની એક વિચારસંવાદ રૂપ શોધ છે. બક્ષી સત્યને અનિવાર્ય, બહુપરિણામી અને વ્યક્તિગત અનુભવરૂપ સત્તા તરીકે રજૂ કરે છે. તેમના માટે સત્ય કોઈ નિશ્ચિત બાબત નહીં, પણ સમય, સંજોગ અનેદૃષ્ટિકોણ પ્રમાણે બદલાતું પ્રવાહી તત્વ છે. ક્યારેક એ એકવચન હોય છે. સ્પષ્ટ અને અચૂક, તો ક્યારેક દ્વિવચન ટકરાવ ધરાવતું, અને ઘણીવખત બહુવચન અસંખ્ય સત્યોના છાંટા સાથે. તેઓ ધર્મ, રાજકારણ, સંબંધો અને લેખનકલાકારના પ્રસંગોમાં સત્યના વિવિધ મુખોતાઓ શોધેછે. બક્ષીનું સત્ય તર્ક કરતાં ઊંડો અનુભવ છે., જેણે તેમને જીવનભર ઝઝૂમાવ્યાં છે. તેમણે ઈન્દ્રિયો, ભાષા અને સંસ્કારથી આગળનું સત્યશોધવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકમાં તેઓ જીવનના કડવા અને રસાળ પ્રસંગો દ્વારા ચિંતનને ચમક આપે છે. તેમના માટે સત્ય એક કલ્પના નથીએ તો સતત પ્રશ્ન છે. આમ, પુસ્તક સત્યના એક નહીં અનેક મૂલ્યો અને વ્યાખ્યાઓ પર પ્રકાશ ફેંકે છે.
0
out of 5