Pitamah Bhishma (પિતામહ ભીષ્મ)

By Shri Bhandevji (શ્રી ભાણદેવજી)

Pitamah Bhishma (પિતામહ ભીષ્મ)

By Shri Bhandevji (શ્રી ભાણદેવજી)

340.00

MRP ₹357 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Religious

Print Length

192 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

મહાભારતનું અમર પાત્ર ભીષ્મ પિતામહ પોતાના બ્રહ્મચર્યપાલનની કઠોર પ્રતિજ્ઞા અને ઇચ્છામૃત્યુના વરદાન માટે જેટલા વંદનીય રહ્યા છે તેટલા જ હસ્તિનાપુરની ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ વખતે મૌન સેવવા બદલ ટીકાપાત્ર પણ રહ્યા છે‌.
ગંગાપુત્ર ભીષ્મના પ્રાગટ્યથી લઈને બાણશય્યા પર દેહત્યાગ સુધીના અભૂતપૂર્વ જીવનકાળને ભાણદેવજીએ વિવિધ પરિપ્રેક્યથી મૂલવવાનો પ્રયાસ કર્યો છે. પિતા શાંતનુની લગ્નઇચ્છાને પોષવા આજીવન બ્રહ્મચર્ય સ્વીકારનાર પુત્ર ભીષ્મનું બલિદાન, ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ વખતે વેઠેલી લાચારી, પોતાના જ પૌત્રો પાંડવો સામે યુદ્ધે ચડવાની અસહ્ય વેદના અને અંતે બાણશય્યા પર સૂતાં સૂતાં યુદ્ધના કરુણ અંતના સાક્ષી બનવું... આ તમામ પ્રસંગોમાં પિતામહનું પાત્ર એક મહામાનવરૂપે ઉજાગર થાય છે.
પુસ્તકમાં મહાસંયમી અને મહાપરાક્રમી યોદ્ધા તરીકે ભીષ્મ પિતામહનું  બહિરંગ પાસું તો વર્ણવવામાં આવ્યું જ છે, પરંતુ બાણશય્યા પરથી વિષ્ણુસહસ્રનામ સ્વરૂપે તેમના મુખે વહેલી જ્ઞાનધારામાંથી નીપજતું તેમનું આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ ભાણદેવજીએ આપણી સમક્ષ મૂક્યું છે.
સરળ ભાષા, અધિકૃત માહિતી અને પ્રશ્નોત્તરી શૈલીમાં લખાયેલું આ પુસ્તક એક સામાન્ય વાચક માટે પણ આસ્વાદ્ય બની રહે છે. સાહસ સાથે સહિષ્ણુતા, જ્ઞાન સાથે ભક્તિ અને કૃષ્ણપ્રીતિથી છલોછલ ભીષ્મના સમગ્રતયા વ્યક્તિત્વનો પરિચય કરાવતું આ પુસ્તક ગુજરાતી વાચકોને ભીષ્મ પિતામહની વધુ નિકટ લઈ જશે.
અધ્યાત્મ, યોગ, ધર્મ અને પ્રવાસ જેવા વિષયો પર અઢળક સાહિત્ય પીરસનાર શ્રી ભાણદેવજી મહાભારતના અભૂતપૂર્વ પાત્ર દેવવ્રતના જીવનચરિત્રને આપણી સમક્ષ રજૂ કરે છે પોતાના પુસ્તક ‘પિતામહ ભીષ્મ’માં.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%