Vaat Judi Chhe (વાત જુદી છે)

By Gebi Luvarvi (ગેબી લુવારવી )

Vaat Judi Chhe (વાત જુદી છે)

By Gebi Luvarvi (ગેબી લુવારવી )

190.00

MRP ₹199.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

104 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

નામમાં ભલે ગેબી તત્ત્વ હોય, પરંતુ સ્વભાવે સરળ, સંવેદનશીલ અને નિખાલસ એવા ગેબી લુવારવીની ગઝલો પણ એટલી જ સરળ છે. ‘દૂરથી ડુંગર રળિયામણા’ આ પ્રસિદ્ધ કહેવતને પોતાના એક શેરમાં નોખી રીતે રજૂ કરતાં કહે છે :
‘કોઈ ચહેરાને રૂપાળો જોવા છેટેથી જુઓ,
એકદમ પાસેથી એ દેખાવડો હોતો નથી.’
જીવનનાં કેટલાંક વર્ષો આર્મી મૅન તરીકે સેવા બજાવનાર ગેબી એક શહીદની શહાદતને પોતાના શેરમાં કેવી રીતે સન્માન આપે છે એ જુઓ :
‘મામૂલી અને શ્વેત કફનમાં નથી અચરજ,
પામે જે તિરંગાને એ અવસાન અલગ છે.’
અને અંતે જીવનની ચડતી-પડતીને સ્વીકારી જીવવાની ચાવી બતાવતો એક શેર માણવાલાયક  છે :
જીવનચમનમાં સુગંધ લઈને, હવાની સાથે ભળી જવાનું,
ફૂલોની માફક ખીલી જવાનું, ફૂલોની માફક ખરી જવાનું.
લાંબી-ટૂંકી બહેરોનું સુંદર પ્રયોજન, છંદોનો પ્રવાહી ઉપયોગ અને સાવ સાદી બાનીમાં શેરિયત રજૂ કરતી ગઝલોથી સભર આ સંગ્રહ ગુજરાતી ગઝલનો નવો અને આશાસ્પદ અવાજ બની પડઘાશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%