₹290.00

MRP ₹304.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

192 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

‘મેઇડ ફૉર ઇચ અધર’ એક યુગલ અમેરિકામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ શરૂ કરે છે અને એક પછી એક સફળતાનાં શિખરો આંબતાં જાય છે. સાથે તેમનું ઘર બને છે અનેક સાહિત્યકારો, સંગીતકારો, ખેલાડીઓ માટેનો ઉષ્માસભર ઉતારો. જ્યાં જામે છે મહેફિલો અને ભરાય છે મુશાયરા. કલાપ્રેમી યુગલ અમેરિકામાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરે છે.
સમય બદલાય છે અને આ હસતા-રમતા પરિવાર પર ઘેરાય છે સંકટનાં વાદળો. વર્ષ 2008ની અમેરિકાની મંદી તેમના ધંધા ઉપર પ્રતિકૂળ અસર પાડે છે. પોતાની ઑફિસની સાથે પોતાનાં સપનાંનું ઘર પણ વેચવું પડે છે. અને આ દરમિયાન જ પત્ની એક ઑપરેશનના કારણે ડિમેન્શિયાનો ભોગ બને છે. જોતજોતાંમાં બધું જ બદલાઈ જાય છે.‌ ઑફિસની સાથે ઘર સંભાળતી પત્ની હવે પોતાની જાતને સંભાળવા માટે પણ અસક્ષમ બની જાય છે. પરંતુ આવા સમયે પરિવાર હાર નથી માનતો. બધા સભ્યો એક થઈ પત્નીની કાળજી રાખી ખૂબ સેવા કરે છે. તેના અંતિમ શ્વાસ સુધી એક સુંદર સુખમય જીવન આપવા માટે સંઘર્ષ કરે છે.
આ સંઘર્ષની ગાથા એટલે આ વાસ્તવિક કથા ‘શરદની સુધા’.
બદલાતા સમયની થપાટો સામે પ્રેમ, સેવા, સમર્પણ, એકબીજાનો સંગાથ અને પારિવારિક એકતા દ્વારા જિંદગીને કેવી રીતે ઉત્સવ બનાવી શકાય, એ વાત રજૂ કરતી આ કથા દરેક ગુજરાતીને પ્રેરણા આપશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%