₹340.00

MRP ₹357 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Literature

Print Length

210 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

આ પુસ્તકમાં રજૂ કરેલા સૉક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો વાચકોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો, આ સંવાદોમાં, મુખ્યત્ત્વે ભારતના સંદર્ભે, કરેલી અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક મુદ્દાઓની, તાર્કિક અને ગહન ચર્ચા વાચકોને સામાજિક એકતા અને ન્યાયી સમાજના નિર્માણ માટે વિચારવાની અને વિવિધ પરિપ્રેક્ષ્યો સમજવાની પ્રેરણા આપે તેમ છે. બીજું, આ સંવાદો વિશ્લેષણાત્મક કૌશલ્યને તીક્ષ્ણ બનાવવામાં તથા જ્ઞાન અને નીતિશાસ્ત્રની જટિલતાઓ સમજવામાં અને ભારત જેવા લોકશાહી દેશમાં વિચારશીલ નાગરિકોને તર્કપૂર્ણ અને ખુલ્લા વિચાર-વિનિમય માટે ઉદાહરણરૂપ થઈ શકે છે. ત્રીજું, આ સંવાદો બૌદ્ધિક નમ્રતા વિકસાવવાનો એક અસરકારક ઉપાય પણ બની શકે છે. તદુપરાંત, આ સંવાદો તીવ્ર ધ્રુવીકરણ તરફ લઈ જતા ભારતના આજના સામાજિક-રાજકીય માહોલમાં પરસ્પર અવિશ્વાસ વધારવાને બદલે લોકોને તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે વિચારીને શાણપણ અને સમજણ તરફ દોરવા મદદરૂપ થઈ પડશે. અંતે, આ સંવાદો શિક્ષણમાં સૅમિનાર કે વિચાર-વિમર્શ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવતાં ઉદાહરણો તરીકે પણ ઉપયોગી થઈ પડશે. આ સંવાદોની સરળ પણ પ્રભાવશાળી ભાષા તેમને વ્યાપક વાચકવર્ગ માટે ઉપયોગી બનાવે છે. ભારતીય રાજનીતિ અને લોકશાહીમાં રસ ધરાવતાં સામાન્ય નાગરિકો ઉપરાંત રાજનીતિશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અને ફિલસૂફી જેવા વિષયોમાં રસ ધરાવતાં વાચકોને પણ તે ઉપયુક્ત થઈ પડશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%