$10.48
Genre
Print Length
154 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184805376
Weight
205 Gram
લોકસાહિત્યને એક વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ; ગીતો, વાતો, ટુચકા, ઉખાણા, વ્રતાદિને એનાં ડાળી, પાંદડા, પુષ્પો ને વિટપો કહીએ, તો જ આ ભજનોને એનાં આખરી ફાળોરૂપી સમજી શકાય. લોકવાણીનો અંતિમ પરિપાક આ ભજનવાણી છે. સંસારની ઝીણી-મોટી સકળ માનવોર્મિઓને સંગીત-તાલબદ્ધ શબ્દોએ રસનારી લોકવાણી જો આખરી આત્મિક રહસ્ય-મંથનની ભજન-શાખોને ન રસાવત તો એ અધૂરી, ઓછીતરી, કેવળ સપાટીને જ સ્પર્શીને અટકતી ગણાત અને જ્ઞાન, અધ્યાત્મ, આત્મતત્ત્વ, એને જો વેદો, ઉપનીશદો તેમજ ભાગવત ઈત્યાદિમાંથી દોહીને આ લોકવાણી જો જનસામાન્યને સ્પર્શે તેવા તાલ-સંગીતની કટોરીમાં ન ઉતારત તો એક પ્રથમ કોટિની કરુણતા નીપજી હોત.
0
out of 5